નમસ્કાર ખેડૂત મિત્રો, કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ઘણા બધા નાના ખેડૂતોને પાક નુકસાન થયુ હતું તેથી રાજ્ય સરકારે આવા ખેડૂતોને વળતર મળી રહે તે માટે દરેક ગામમાં ખેડૂતોના ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં ઘણા બધા ખેડૂતોએ ફોર્મ ભરી દીધા છે અને ગુજરાત સરકારે આ સહાય પેકેજ ખેડૂતોના ખાતામાં જમા થવાના શરુ થઇ ગયેલ છે. તો આજે આપને આ લેખના માધ્યમથી જાણીશું કે તમારા મોબાઈલ દ્વારા કઈ રીતે ચેક કરવું કે બેંક માં પૈસા જમા થયા કે નહિ તો ચાલો જોઈએ સરળ રીતે.
PFMS પોર્ટલ દ્વારા સ્ટેટસ જુઓ
ખેડૂતોના પૈસા જમા થયા કે નહિ તે જાણવા માટે PFMS (Public Financial Management) વેબસાઈટ પર જઈને જાણી શકો છો ચાલો વિસ્તાર થી જોઈએ.
- સૌથી પહેલા તમારા મોબાઈલમાં pfms.nic.in વેબસાઈટ ખોલો.
- પછી "Know Your Payment" ઉપર ક્લિક કરો.
- હવે તમારી બેન્કનું નામ થોડું સર્ચ કરો એટલે બેન્કનું નામ આવશે તેને સિલેક્ટ કરો. ત્યાર બાદ નીચે તમારો બેંક અકાઉન્ટ નંબર નાખો ત્યારબાદ ફરીવાર એક વાર અકાઉન્ટ નંબર નાખો.
- હવે જે કેપ્ચા દેખાય તે બોક્ષમાં નાખીને Send OTP પર ક્લિક કરો.
- જેવું તમે OTP નાખશો એટલે તમને બતાવશે કે આ યોજનાના પૈસા તમારા ખાતામાં જમા થયા કે નહિ.
અગત્યની વાત :- આધારકાર્ડ બઁક સાથે લિન્ક
ખેડૂત મિત્રો, સરકાર હવે કોઈ પણ સહાય DBT ના માધ્યમથી તમારા ખાતામાં પૈસા જમા થાય છે તો જો તમારી બઁક સાથે આધાર લિન્ક ના હોય તો જલ્દીથી તે લિન્ક કરાવો.
આશા રાખું છું ખેડૂત મિત્રો કે તમને આ માહિતી ગમી હશે, આવીજ રસપ્રદ માહિતી અમે આપતા રહેસુ તો અમારી સાથે જોડાયેલા રહેજો આભાર.

0 Comments