Alert! ગુજરાત TAT 2026: ફોર્મ ભરતા પહેલા આ 3 મોટી ભૂલો ના કરતા, નહીંતર ફોર્મ સીધું Reject થશે!
નમસ્કાર મિત્રો!
ગુજરાતમાં TAT (Secondary અને Higher Secondary) માટે ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયું છે. શિક્ષક બનવાનું સપનું પૂરું કરવાનો આ એક મોટો મોકો છે, પણ ઉતાવળમાં ફોર્મ ભરતી વખતે ઉમેદવારો કેટલીક એવી ભૂલો કરે છે જેના લીધે સીધું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે.
ફોર્મ સબમિટ કરતા પહેલા આ 3 બાબતો ખાસ ચેક કરી લેજો:
1. માર્કશીટ મુજબ જ નામ અને વિગતો:
TAT માં ગ્રેજ્યુએશન અને B.Ed ની માર્કશીટની વિગતો નાખવાની હોય છે. તમારું નામ 10મા ધોરણની અને કોલેજની માર્કશીટમાં જેવું લખેલું છે, બરાબર એવું જ OJAS પર ટાઈપ કરો. એક સ્પેલિંગ મિસ્ટેક પણ આગળ જતાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મોટી તકલીફ ઊભી કરી શકે છે.
2. Non-Creamy Layer અને EWS ની તારીખ:
સૌથી વધુ ફોર્મ આ જ કારણસર રિજેક્ટ થાય છે. જો તમે OBC/SEBC માં આવતા હોય તો તમારું નોન-ક્રીમી લેયર (NCL) સર્ટિફિકેટ અને જનરલ કેટેગરી માટે EWS સર્ટિફિકેટ વેલિડ તારીખનું છે કે નહીં તે ખાસ જોઈ લેવું. જૂનું સર્ટિફિકેટ હશે તો તમારું ફોર્મ જનરલ કેટેગરીમાં ગણાશે અથવા રદ થશે.
3. ફોટો અને સિગ્નેચરની સાઈઝ:
OJAS પોર્ટલ પર ફોટો અને સિગ્નેચર 15kb થી ઓછી સાઈઝમાં અપલોડ કરવાના હોય છે. ફોટાનું બેકગ્રાઉન્ડ આછું (લાઈટ) રાખો. જો સહી ઝાંખી હશે કે ઓળખાય એવી નહિ હોય તો પરીક્ષાના દિવસે હોલ ટિકિટ સાથે મેચ કરવામાં પ્રોબ્લેમ થશે.
🛑 ખાસ વિનંતી: આ માહિતી તમારા એ તમામ મિત્રોને અને WhatsApp ગ્રુપમાં જરૂર શેર કરો જેઓ TAT ની તૈયારી કરી રહ્યા છે, જેથી કોઈની વર્ષોની મહેનત પાણીમાં ના જાય!

0 Comments